મુંબઈ: મહાનગરમાં ત્રણ માળની એક ઈમારત ધરાશાયી થઈ ગયાના સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં ભારે વરસાદ બાદ નવી મુંબઈના શાહબાઝ ગામમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.
બિલ્ડિંગ ધરાશાયી થવાને કારણે અહીં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. બિલ્ડિંગમાં કુલ 24 પરિવારો રહેતા હતા. ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. બચાવ કામગીરી ચાલી રહી છે. જેસીબીને પણ ઘટનાસ્થળે બોલાવી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.
ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન નજીક આવેલી ચાર માળની ઇમારત રૂબિનિસા મંઝિલમાં સવારે 11:00 વાગ્યે બની હતી. મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, બીજા અને ત્રીજા માળની બાલ્કની અને સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો અને કેટલાક ભાગ જોખમી રીતે લટકી ગયા હતા.