સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રી ડો.કિશોરસિંહ ચાવડાના વરદ હસ્તે તેમજ કુલસચિવ શ્રી ડો.રમેશદાન ગઢવી, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય શ્રી સંજય લાપસીવાલા, શ્રી કેતનભાઈ દેસાઈની હાજરીમાં ચૈત્ર સુદની પૂર્ણિમાના દિવસે એટલે કે આજના ૨૩ એપ્રિલ હનુમાન જન્મોત્સવના અતિ શુભ દિવસે વિશ્વવિદ્યાલયના જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશન વિભાગ અને તુલનાત્મક સાહિત્ય વિભાગના કો-ઓર્ડીનેટર તેમજ ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ભરત ઠાકોર દ્વારા સંપાદન કરવામાં આવી રહેલ પુસ્તક યુવાઓ કે આદર્શ શ્રી હનુમાન ના આવરણનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં શ્રી નીતિન પટેલ તેમજ શ્રી રાજુલ દેસાઈ, બાલાજી રાજે, ડો. પૃથુલ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કોરોના મહામારી દરમિયાન સંખ્યાબંધ ઓનલાઈન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજને ભારત અને ભારતીય સાહિત્યના વિદ્વાનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ શ્રેણીમાં ભારતીય પરંપરા, ભારતીય સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિમાં અમર છે તેવા મહાન ભક્ત અને ભારતીય યુવાનોના આદર્શ એવા પવનપુત્ર હનુમાનજી વિશે એક ઓનલાઈન નિવેદન હતું. પ્રખ્યાત સાહિત્યકાર અને જાણીતા વિદ્વાન ડો.મિથિલા પ્રસાદ ત્રિપાઠી એ આ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમાં એક વિષય રામાયણના સંદર્ભમાં હતો અને તેમાં ખાસ કરીને શ્રી રામનું વ્યક્તિત્વ લોકોના મનમાં છે તેની સાથે પરમ ભક્ત, બહાદુર મહાવીર બજરંગબલી એટલે કે હનુમાનજીનું વ્યક્તિત્વ, તેમની ભક્તિ, શ્રદ્ધા, આસ્થા અને શ્રી રામના પરિવાર પ્રત્યેનું તેમનું સમર્પણ છે એ સમર્પણ ભારતીય મન અને ભારતીય આદર્શોમાં અજોડ છે . પાણિની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પંડિત મિથિલા પ્રસાદ ત્રિપાઠી એ આ અંગે નિવેદન આપ્યું હતું. ડો.ભરત ઠાકોર દ્વારા આ વકતવ્ય સંપાદિત કરવામાં આવ્યું છે. આ સમગ્ર શ્રેણી કે જે કોરોના મહામારીના સમયગાળામાં થઈ હતી તેમાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને પ્રસિદ્ધ સાહિત્યકાર એવા શ્રી શ્રીધર પરાડકર જીનું સતત માર્ગદર્શન મળ્યું હતું.
વિશ્વવિદ્યાલય દ્વારા આ પ્રકારના પ્રકાશનો થઈ રહ્યા છે તે ભવિષ્યના ભારત માટે એક દ્રષ્ટાંત રૂપ અને યુવા વર્ગમાં પણ એક માર્ગદર્શક રૂપ બની રહે તેવા પ્રકારનું આ પુસ્તક આવી રહ્યું છે તે માટે યુનિવર્સિટી પરિવાર અભિનંદન ગૌરવની લાગણી અનુભવે છે.