જનતા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એચ.એસ.શાહ હાઇસ્કુલ, જંબુસર ખાતે તારીખ 3 અને 5 ઓગસ્ટના રોજ સંપર્ક વાલી મંડળ ધ્વારા ધોરણ 9 થી 12 ની વાલી મીટીંગ નું આયોજન શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ ભટ્ટ અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું .જેમાં અંદાજે 100 જેટલા વાલીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી શરૂઆત બાદ વાલીઓને બાળકોના અભ્યાસ-પ્રકાશભાઈ ટંડેલ & ફૈસલ ભાના , પરીક્ષાની પૂર્વ તૈયારી- પ્રકાશભાઈ ગોહિલ અને કમલેશ પટેલ ,વાલી જાગૃતતા – શ્રીમતી હીનાબેન ગામીત મેડમ ,શાળા શિસ્ત નિયમો – રાજેશભાઈ પટેલ ધ્વારા માહિતી આપવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન રવિભાઈ સોલંકી ધ્વારા કરવામાં આવેલ હતું.
વાલી મીટીંગ ના અંતે વાલી મંડળની રચના કરી તેના સભ્યોની નિમણૂક કરવામાં આવેલ હતી.વાલી મિત્રો દ્વારા વાલી મીટીંગ અને શાળા તેમજ શિક્ષકો દ્વારા અપાતાં શિક્ષણ અને કાર્યક્રમો વિશે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.