સુરતની સિવિલ હોસ્પિટલ બની રામ મય : સિવિલ હોસ્પિટલમાં રામ આરતી કરી રામનવમીની ઉજવણી કરાઈ

સિવિલના દરેક વોર્ડમાં નર્સિંગ એસોસિએશન દ્વારા જય શ્રી રામના નારા સાથે મીઠાઈઓ વહેંચી

સુરતઃભરમાં આજે રામ નવમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે, કારણ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ રામલલાની આ પહેલી રામનવમી છે.ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ એસોસિએશન દ્વારા રામ આરતી કરી રામનવમીની ભવ્ય ઉજવણી કરાઇ હતી.સાથે સાથે સિવિલના દરેક વાર્ડમાં જયશ્રી રામના નારા સાથે મીઠાઇઓ વહેંચવામાં આવી હતી.

     સુરત સહિત ભારતમાં કરોડો હિંદુંઓ રામનવમીની ઉજવણી કરી રહ્યાં છે,ત્યારે સુરતમાં માત્ર હિંદુઓ જ નહી પરંતુ દરેક કોમના લોકો રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરી કોમી એકતાનું ઉતમ ઉદાહરણ પુરૂં પાડી રહ્યાં છે. સુરતમાં ભગવાન રામના એક અનોખો ભક્ત જોવા મળ્યા હતા તે નર્સિંગ એસો.ના અગ્રણી ઈકલાબ કડીવાલા છે. ઈકબાલ કડીવાલાના નેતૃત્વ હેઠળ આજે સુરતની સિવિલ હોસ્પિટલમાં રામ ભગવાનની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમણે જયશ્રી રામના નારા લગાવી સિવિલના દરેક વોર્ડના દર્દીઓને મીઠાઇની પ્રસાદની વહેંચણી કરી હતી. ઇકબાલ કડીવાલા દ્વારા હંમેશા કથા દરેક ત્યાહર સહિત દિવાળી,રક્ષા બંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે જેનાથી દર્દીઓ માનસિક શાંતિ અનુભવે અને સંસ્કૃતિ જળવાઈ રહે છે.સિવિલ હોસ્પિટલમાં દરેક ઉત્સવો જેવા કે,કથા, યજ્ઞ,ગણપતિ સ્થાપના,હોળીદિવાળીની ઉજવણી ધામધુમ પુર્વક કરવામાં આવે છે.          

     આ અવસરે તબીબ અધિક્ષક ડો.ગણેશ ગોવેકર રામજીની આરતી કરી હતી.

             આ પ્રસંગે તબીબ અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વશ્રી વાસંતી નાયર, તારીખા ટંડેલ, સિમંતીની ગાવડે, ડો લક્ષ્મણ તહેલાની,ડો ભરત પટેલ, સિવિલ હોસ્પિટલના નિલેશ લાઠીયા,જગદીશ બુહા, વિરેન પટેલ,સિવિલના ડોક્ટરો, હેડનર્સ, સ્ટાફનર્સ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *