સુરતઃ સુરત શહેરના પાલનપોર વિસ્તારના રહેવાસી જય પંચાલ દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પી.આઇ.શ્રી પી.જે. સોલંકીને ફોન દ્વારા જણાવ્યું હતું કે, આશરે ૬૦ વર્ષના વૃદ્ધા બિનવારસી અને ખુબ દયનીય હાલતમાં છે. જેથી તત્કાલિક પીઆઇ સોલંકીએ પોતાના સ્ટાફ અને મહિલા,બાળમિત્રના કોઓર્ડીનેટર પિયુષકુમાર શાહ સાથે સંકલન કરી ભારે વરસાદ વચ્ચે સ્થળ પર પહોંચી પ્રાથમિક પુછપરછ કરતા વૃદ્ધાએ કહ્યું કે, તેમની પૌત્રી બે દિવસ પહેલા પાલનપોર ખાતે રાત્રે ફુટપાથ પર બેસાડી ખાવાનું માંગવા જાઉં છું, એમ કહીને જતી રહી છે, તેઓ મૂળ ઉત્તર ગુજરાત મહેસાણાના વતની છે. ત્રણ-ચાર વર્ષથી સુરત રેલવે સ્ટેશન આસપાસ રહે છે. તેમના પરિવારમાં પૌત્રી સિવાય કોઈ નથી. ફૂટપાથ પર રહેતા અને હાલના ભારે વરસાદી માહોલમાં વૃદ્ધાની આરોગ્ય જળવાય હે તેવા હેતુથી સુરત મહાનગરપાલિકાના અલથાણ શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા.