હેઠવાસના ગામોના લોકોને એલર્ટ કરાયાઃ
સુરતઃ- સુરત જિલ્લા તથા ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાના માંડવી તાલુકામાં આવેલો લાખીગામનો ડેમ બપોરે ૩.૦૦ વાગે સપાટી ૭૩.૨૫ મીટર(૨૪૦.૩૨ ફુટ) ભરાઈ ચુકયો છે. તેની પૂર્ણ સપાટી ૭૪.૧૦ મીટર છે. ડેમ તેની સંગ્રહશક્તિના ૮૦ ટકા જથ્થો પાણીથી ભરાઈ ચુકયો છે. જેથી ડેમની સપાટી એલર્ટ સ્ટેજ પર પહોચી છે. ભારે વરસાદના કારણે ડેમની સપાટી ગમે તે સમયે પૂર્ણ સપાટી ૭૪.૧૦ મીટર પહોંચીને ઓવરફ્લો થવાની શક્યતા રહેલી છે. જેથી માંડવી મામલતદાર દ્વારા લાખી ડેમના હેઠવાસના આવતા કલમકુંઈ, બેડધા, ભાતકુઈ, સરકુઈ, માણકઝર, રખાસખાડી, લાખ ગામોના તલાટીઓ, સરપંચો તથા ગામના આગેવાનોને એલર્ટ કરીને સાવચેતીના પગલા લેવા જણાવ્યું છે