વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા ફાઇન આર્ટ્સ વિભાગમાં “એન્યુઅલ ડિસ્પ્લે”નું આયોજન
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ચાલતા ફાઇન આર્ટ્સ વિભાગમાં તા. ૨૦/૦૪/૨૦૨૪ થી તા. ૨૩/૦૪/૨૦૨૪ દરમ્યાન છેલ્લા વર્ષનાં વિધ્યાર્થીઓનાં અભ્યાસક્રમના ભાગરૂપે “એન્યુઅલ ડિસ્પ્લે”નું આયોજન નર્મદ ભવન અને આર્ટ ગેલેરી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે કરવામાં આવેલ છે. આ ડિસ્પ્લેનું આયોજન વિભાગના ટીચિંગ આસિસ્ટન્ટ કૃતિ પટેલ (અપ્લાઈડ આર્ટ ડિપાર્ટમેન્ટ), કૃણાલ કંસારા (સ્કલ્પ્ચર ડિપાર્ટમેન્ટ) અને દીપ્તી બાટલાવાલા (પેઈન્ટીંગ ડીપાર્ટમેન્ટ)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.
- જેનું ઉદ્દઘાટન માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા અને કો-ઓર્ડીનેટરશ્રી મેહુલ પટેલનાં વરદ હસ્તે તા. ૨૦/૦૪/૨૦૨૪નાં રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે કરવામાં આવેલ છે. આ ડિસ્પ્લે તા. ૨૬/૦૪/૨૦૨૪ સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે તો આ પ્રદર્શન નિહાળવા માટે માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા તરફથી જાહેર જનતાને વિનમ્ર નિવેદન..