આદિજાતી વિકાસ કચેરી ભરૂચ ખાતે આદિજાતી વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી સમીર ગૃપ્તેને અપાયું નિવૃત્તિ વિદાયમાન

  1. ભરૂચ-આદિજાતી વિકાસ કચેરી ભરૂચ ખાતે આદિજાતી વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી સમીરભાઈ ગૃપ્તે તા.૩૧/૧/૨૦૨૪ના રોજ વયનિવૃત્ત થતા કચેરીના સૌ અધિકારી કર્મચારીઓએ ભાવસભર નિવૃત્તિ વિદાયમાન આપ્યું હતું.

            શ્રી સમીરભાઈ ગૃપ્તેના મિતભાવી અને મળાવતાવાદી સ્વભાવને કારણે કચેરીના નાનામાં નાના કર્મચારી વર્ગમાં એમણે આગવું સ્થાન મેળવ્યું હતું. તેમજ કામ પ્રત્યેના તેમના સમર્પણ, સાથી કર્મચારીઓ પ્રત્યે આત્મીય વ્યવહાર, મદદરૂપ થવાની ભાવના તેમનું જમા પાસુ હતું.

         ૩૩ વર્ષની દીર્ઘ કાલીન સેવા દરમિયાન તેમણે આદિજાતી વિકાસ વિભાગને પોતાનો પરિવાર માનીને કામગીરી અદા કરી હતી. આસિસ્ટન કમિશ્નર નિતેશ કુમાર, એકાઉન્ટ ઓફીસર ઋત્વિક રાદડીયા તેમજ કચેરીના અન્ય કર્મચારીઓએ સમીરભાઈ ગૃપ્તે સાથેના સંસ્મરણો વાગોળી નિવૃત્ત જીવન સુખરૂપ અને નિરામય પસાર થાય એવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *