ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી અને કર્મચારીઓને લોકસભા ચૂંટણીની તૈયારી સંદર્ભે તાલીમ અપાઈ

ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી અને કર્મચારીઓને લોકસભા ચૂંટણીની તૈયારી સંદર્ભે તાલીમ અપાઈ

ભરૂચ-શુક્રવાર – ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર ઓફિસ અને જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી અને કર્મચારીઓ માટે તાલીમનું આયોજન કરાયું હતું.


આ તબક્કે, નાયબ ચૂંટણી અધિકારીએ વિવિધ વિષયોને લઈ માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી શ્રીમતી નૈતિકા પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી ભરૂચ દ્નારા લોકસભા ચૂંટણીની તૈયારી સંદર્ભે ઝોનલ ઓફીસરની કામગીરી, માઈક્રો ઓબ્ઝવરની કામગીરી અને નિમણુંક, એક્ષપેન્ડીચરની કામગીરી, પેઈડ ન્યુઝ અને મિડીયા MCMC, આચાર સંહિતા MCC વગેરે જેવા વિષયોને સાંકળી વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી.


આ તાલીમ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. એસ. એમ. ગાંગુલી, મદદનીશ ચૂંટણી અધિકારી શ્રીમતી નૈતિકા પટેલ અને જિલ્લાના ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *