જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

રજદારોના પ્રશ્નો તથા રજૂઆતો રૂબરૂ સાંભળ્યા બાદ તેનો હકારાત્મક ઉકેલ લાવવા કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને સૂચનો આપ્યા

ભરૂચ- નાગરિકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ જવું ન પડે અને સ્થાનિક કક્ષાએ તેમના પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું દર માસના ચોથા ગુરૂવારે આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર શ્રી કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૧ જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા.

         આ કાર્યક્રમ બેઠકમાં, જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા પોલિસ અધિશ્રક શ્રી મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાધલ સહિતના વિવિધ કચેરીઓના વડાઓએ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો રૂબરૂ સાંભળ્યા હતાં.

              જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. જે પ્રશ્નો અંગેની વિગતો સાંભળ્યા બાદ તેને લગતા વિભાગોને તાત્કાલિક તેનો ઉકેલ લાવવા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત કચેરીઓના વડાઓને સલાહ સૂચનો આપવામાં આવ્યા હતાં.

              બેઠકમાં, જિલ્લા પોલિસ અધિશ્રક શ્રી મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટરશ્રી એન.આર.ધાધલ સહિતના વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *