શાળા સલામતિ સપ્તાહ અંતર્ગત ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અને ડેમોસ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરાયું

ભરૂચ- ગુજરાત સરકારશ્રી ધ્વારા આયોજિત શાળા સલામતિ સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાંઆવેલી ૫૦ થી વધુ પ્રાથમિક શાળાઓમાં આપત્તિ દરમ્યાન બચાવ પ્રયુક્તિ અન્વયે વિદ્યાર્થીઓમાં યોગ્ય સમજ કેળવાય તેવા હેતુસર વિવિધ પ્રકારની પ્રવૃતિઓ તેમજ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.

 

   આગ,પુર, ભૂકંપ, રોડ સલામતી જેવી આપત્તિના સમયેતથા પૂર્વ તૈયારીના ભાગરૂપે કેવા તકેદારીના પગલા લેવા તથા પોતાનો અને અન્ય લોકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તેવી તમામ માહિતી ડીસ્ટ્રીકટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ભરૂચના પ્રોજેકટ ઓફિસર ધ્વારા નગરપાલિકા ભરૂચ ના ફાયર વિભાગની ટીમ તથાઆર.ટી.ઓ.ઓફીસ ભરૂચ, ૧૦૮-ઈમરજન્સી સેવા,ડી.પી.એમ.સી.અંકલેશ્વર, ડી.એમ.સી દહેજ તથા ઓ.એન.જી.સી. ગંધાર, ગ્રાસીમ ઈન્ડ.લી., હાંસોટ, વિલાયતના સહયોગથી લાઈવ ડેમોસ્ટેશન ધ્વારા સમજણ પુરી પાડવામાં આવી તેમજ બચાવ કામગીરીના સંસાધનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે બાળકોને લાઈવ ડેમોસ્ટેશન બતાવવામાં આવ્યું હતું.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *