આગામી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ને અનુલક્ષી ને જંબુસર નગર મા ડીવીઝન ના પોલીસ અધિકારી ઓ તથા સ્ટાફ ધ્વારા પેટ્રોલિંગ યોજાયુ

  • જંબુસર:-આગામી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ને અનુલક્ષી ને વિભાગીય પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ જંબુસર નગર મા ડીવીઝન ના પોલીસ અધિકારી ઓ તથા સ્ટાફ ધ્વારા પેટ્રોલિંગ યોજાયુ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

આગામી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ને અનુલક્ષી જંબુસર નગર મા કાયદો વ્યવસ્થા તથા કોમી એખલાસ ભર્યો માહોલ જળવાઈ રહે તે માટે જંબુસર વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ જંબુસર ડીવીઝન ની પોલીસ સતર્ક બની છે.ગતરોજ જંબુસર પોલીસ મથક ના હિંદુ-મુસ્લિમ અગ્રણીઓ ની શાંતિ સમિતી ની મીટીંગ યોજયા બાદ પ્રો ડીવાયએસપી એમ.પી.મોદી ધ્વારા પોલીસ સ્ટાફ સાથે નગર મા ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયુ હતુ.આજરોજ વિભાગીય પોલીસ અધિક્ષક પી.એલ ચૌધરી ની રાહબરી હેઠળ જંબુસર ડીવીઝન ના પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ હાથ ધરાયુ હતુ અને નગર ના વિસ્તારો મા પેટ્રોલિંગ કરવામા આવ્યુ હતુ.આ પેટ્રોલિંગ મા પ્રો ડીવાયએસપી એમ.પી. મોદી,પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી.પાણમીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેજસ મોદી,આમોદ પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અસવાર, વેડચ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ.તુવર સહિત ડીવીઝન નો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *