એહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો

જંબુસર અહલે સુન્નત વ જમાઅત કમિટી દ્વારા આરીફ બાપુની વાડી ખાતે શહેર કાઝી સૈયદ ગ્યાશુદ્દીન સાહેબની અધ્યક્ષતામાં છઠ્ઠા ઇજતેમા નિકાહખ્વાની યોજાઇ હતી.જેમાં પ્રો. ડીવાયએસપી પીએમ મોદી, મુમતાજબેન પટેલ, સૈયદ હસમત અલી બાપુ, મુફ્તી અશરફ બુરહાની, મુફ્તી શમશાદ સાહેબ, મૌલાના અખ્તર હુસેન અશરફી, આરીફ બાપુ, શાહ નવાજ બાપુ ,આકીલ બાપુ, ઝહીર બાપુ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

એહલે સુન્નત વ જમાઅત કમિટી સમાજમાં કુરિવાજો તેમજ ફજુલ ખરચા સંપૂર્ણપણે નિર્મૂળ કરવા અને નિરાધાર ,ગરીબ, નિરાશ્રીત યુવક યુવતીઓના શરિયત ના નિયમ મુજબ અત્યંત સાદાઈ અને ધાર્મિક ભાવના અને અનુશાસનથી સમુહ નિકાહ ખ્વાની યોજવામાં આવી હતી.

જેમાં નવ યુગલ જોડાઓ એ લાભ લીધો,તેઓને જરુરી ઘરવપરાશની સામગ્રી અને ઉપયોગી ચીજવસ્તુઓ બક્ષીસ પેટે આપવામાં આવી હતી. સદર સમુહ નિકાહ ખ્વાની નો પ્રારંભ તિલાવતે કુર્આનથી કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સમાજમાં સમૂહ લગ્નથી ખોટા ખર્ચા પર રોક આવે છે, વ્યાજનું દુષણ દૂર કરવા અપીલ કરી, કોઈકનું કર્જ ચૂકવવામાં આવે તે સૌથી મોટી સેવા છે.તેમ કહી સમૂહ લગ્નના ફાયદા સવિસ્તાર કુરાન પાક સરિયત સહિત ઉપસ્થિતિ તો એ સંબોધન કરી શ્રોતાઓને ઉપદેશ કર્યા હતા. આ પ્રસંગે અગ્રણી શાકીરભાઇ મલેક, જુબેરભાઈ નોધલા, સિકંદર ડેડી, શાકીર બાપુ સહિત એહલે સુન્નત વ જમાઅત કમિટી હોદ્દેદારો, કાર્યકરો, ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *