જંબુસર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

જંબુસ્ત :- આગામી દિવસોમાં મુસ્લિમોના પવિત્ર રમજાન ઈદની ઉજવણી થનાર હોય તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં એકતા ભાઈચારાથી ઉજવણી થાય તે માટે જંબુસર પોલીસ દ્વારા પીઆઇ એ વી પાણમિયાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિ બેઠક જંબુસર પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી. જેમાં પી એસ આઈ કે બી રાઠવા ,પી એસ આઇ પી એન વલવી ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ સમિતિ બેઠકમાં રમજાન ઈદનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તથા આ તહેવાર નિમિત્તે યોજાતા મેળામાં ફાયર સેફ્ટી તથા ચકડોળવાળા પાસે જરૂરી ફીટનેસ સર્ટિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

જંબુસર નગરમાં હિંદુ મુસ્લિમ તહેવારો એકતા અને ભાઈચારાથી ઉજવણી કરવામાં આવે છે. અને આગામી રમજાન ઈદનો તહેવાર પણ શાંતિપૂર્ણ માહોલમાં એકતાથી ઉજવણી થશે તેમ અગ્રણીઓએ જણાવ્યું હતું. સદર મિટિંગમાં ઈમ્તિયાઝ સૈયદ,સાકીર મલેક ,ચંદ્રકાંતભાઈ પટેલ, મનનભાઈ પટેલ , જાવીદ તલાટી, બળવંતસિંહ પઢિયાર, કાદરબેગ મિર્ઝા, જીગર રાણા, સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *