જીવન જયોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ ઍન્ડ એચ.પી.દેસાઇ કૉમર્સ કૉલેજ, અમરોલી-સુરતમાં “મતદાતા દિવસની ઉજવણી” તા.૨૫-૦૧-૨૦૨૪ને ગુરૂવારના રોજ જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ, અમરોલી-સુરતના એન.એસ.એસ. યુનિટ દ્વારા ઈ.ચા.આચાર્યશ્રી ડૉ. રાજેશકુમાર ડી. રાણાસાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ વન અને પર્યાવરણ મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ “મતદાતા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે “મતદાનનું મહત્વ” વિષય પર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જીવંત પ્રસારણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અમરોલી વિસ્તારના વોર્ડ, પ્રમુખ, મંત્રીશ્રી તથા એન.એસ.એસ. સ્વયંસેવકો/સેવિકાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જીવન જ્યોત ટ્રસ્ટના માનદ્ મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ, અમરોલી વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ ગીતાબેન સોલંકી, ભાવનાબેન સોલંકી, યુવા પ્રદેશ મંત્રી ભાવિકાબેન ઘોઘારી, સંજયભાઈ, અજીતભાઈ, અમરોલી વિસ્તારના વોર્ડ પ્રમુખ મંત્રીશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ તેમજ પ્રોગ્રામ ઓફિસરશ્રી પ્રા.જિતેન્દ્રભાઈ ચૌધરી, પ્રા.વિજયભાઈ ચૌધરી, પ્રા.નિહારીકાબેન જોષી અને પ્રા.પંકજભાઈ નાયકા તથા મોટી સંખ્યામાં કૉલેજના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.
જીવન જયોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ ઍન્ડ એચ.પી.દેસાઇ કૉમર્સ કૉલેજ, અમરોલી-સુરતમાં “મતદાતા દિવસની ઉજવણી” કરાઈ
