સુરત:-જીવન જયોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઇ કોમર્સ કૉલેજ, અમરોલી કેમ્પસમાં ૭૫મો પ્રજાસત્તાક પર્વ દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન જીવન જયોત ટ્રસ્ટ સંચાલિત જે. ઝેડ. શાહ આર્ટ્સ એન્ડ એચ. પી. દેસાઇ કોમર્સ કોલેજ, અમરોલીના કૉલેજ કેમ્પસ પર ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૪ને શુક્રવારના રોજ ૭૫મો પ્રજાસત્તાક દિન નિમિત્તે સવારે ૦૮:૦૦ કલાકે ઈ.ચા.આચાર્યશ્રી ડૉ. રાજેશકુમાર.ડી. રાણાસાહેબના નેતૃત્વ હેઠળ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત આદરણીયશ્રી ડૉ. હર્ષલભાઇ કોયાના વરદ્ હસ્તે ધ્વજવંદન થયું હતું. જીવન જયોત ટ્રસ્ટના માનદ્ મંત્રીશ્રી અશ્વિનભાઇ પટેલ અને શ્રી અનુજભાઇ શાહ, ટ્રસ્ટશ્રી કાંતિભાઇ શાહ, એસ. પી. બી. સ્કુલના આચાર્ય શ્રી કેયુરભાઇ શર્મા તેમજ સમગ્ર સંકુલના શૈક્ષણિક, વહીવટી કર્મચારીઓ સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે NCC CTO પ્રા.ડૉ.સોનલબેન જરીવાલા અને ટી.વાય.બી.કોમની વિદ્યાર્થીનીઓ SUO કું. વૃંદા ડોંડા, JUO કું. નેહા પવાર અને કું. શ્વેતા ટાંક તથા રાઇફલના ગાર્ડ ઓફ ઓનરના કમાન્ડર કું અવંતિકા વરીયાની રાહબરી હેઠળ એન.સી.સી.ના વિદ્યાર્થીનીઓએ ભવ્ય પરેડ કરી હતી. ૬ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. સુરતથી પી.આઇ. સુંદર સિંઘસાહેબ અને ઓઇનમ રાકેશ સિંઘસાહેબ પણ હાજર રહયા હતા. જીવન જયોત ટ્રસ્ટના મંત્રીશ્રી અશ્વિનભાઇ પટેલ અને ડૉ. હર્ષલભાઇ કોયાએ રાષ્ટ્રના વિકાસમાં અને આવનાર ૨૦૪૭માં ભારત રાષ્ટ્રને વિકસિત બનાવવા યુવા શકિતની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું તેમજ ૭૫માં ગણતંત્ર દિવસની ઉપસ્યિત સૌને શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી હતી. મહેમાનશ્રીનું પુસ્તકથી મંત્રીશ્રી અશ્વિનભાઇ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બી.એ., બી.કોમ., એમ.એ., એમ.કોમ., ડેટા સાઇન્સના તેમજ ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી અભ્યાસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જીવન જયોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઇ કોમર્સ કૉલેજ, અમરોલી કેમ્પસમાં ૭૫મો પ્રજાસત્તાક પર્વ દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજનકરાયું
