જંબુસરમાં તાલુકા હેલ્થ ઓફિસર શ્રીમતી સોનિયાબેન વાઘેલાના માર્ગ દર્શન હેઠળ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ચિત્ર સ્પર્ધામાં પ્રથમ પટેલ દૈવી દ્વિતીય વાઘેલા પ્રિયાંશી અને તૃતીય પરમાર સ્મૃતિ ,
નિબંધ સ્પર્ધામાં પ્રથમ પરમાર જ્યોત્સના દ્વિતીય વાઘેલા જૈનુલ અને તૃતીય સિંધા ધ્રુમિત,
વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ પટેલ જીયા દ્વિતીય ગોહિલ નિરાલી અને તૃતીય પરમાર ભૌતિક આવ્યા હતા.
ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને તાલુકા હેલ્થ ઓફિસ તરફથી ઇનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર આયોજન નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે શાળા પરિવારના સાથ સહકારથી કર્યું હતું.
નવયુગ વિદ્યાલય જંબુસરમાં જુદી જુદી સ્પર્ધાઓ યોજાઈ
