વીર નર્મદ યુનિવર્સિટી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો

કંપનીઓની ૫૦૨ વેકેન્સી પૈકી ૪૧૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી 

આગામી દિવસોમાં રોજગાર કચેરી દ્વારા સેક્ટર સ્પેસિફીક ખાસ ભરતીમેળાનું આયોજન

 સુરત : મદદનીશ નિયામક (રોજગાર) કચેરી અને નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નર્મદ યુનિ.ના કન્વેન્શન હોલમાં સુરતની વિવિધ કંપનીઓ તેમજ સંસ્થાઓનાં પ્રતિનિધિઓ અને યુવા ઉમેદવારોની ઉપસ્થિતિ ધીઓરોજગાર ભરતી મેળો યોજાયો હતો. જેમાં સુરત શહેર- જિલ્લાની વિવિધ સેક્ટરની ૩૧ કંપનીઓએ ભાગ લઈ ધો.૧૦/૧૨ પાસ, આઈ.ટી.આઈ, બી.એસ.સી.(કોઈપણ પ્રવાહ), એમ.એસ.સી, બી.સી.એ, એમ.કોમ, બી.બી.એ, એમ.બી.એ-એચ.આર/માર્કેટિંગ, એમ.એસ.સી.(આઈ.ટી), બી.ટેક, એમ.ટેક, બી.ઈ.(આઈ.ટી) જેવી લાયકાત ધરાવતા કુલ- ૮૧૭ ઉમેદવારોનાં ઈન્ટરવ્યુ લીધા હતા. કંપનીઓની ૫૦૨ વેકેન્સી સામે ૪૧૨ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ પસંદગીમાં કંપનીઓએ ૮ લાખ સુધીના વાર્ષિક પેકેજની પણ ઓફર કર્યા હતા. કંપનીઓ ટેકનિકલ અને અનુભવી જગ્યાઓ માટે પસંદગી પામેલા ઉમેદવારોને બીજા તબક્કાનાં ઈન્ટરવ્યું માટે કંપની ખાતે બોલાવશે.

            યુનિવર્સિટીનાં કુલસચિવશ્રી ડૉ.આર.સી. ગઢવીએ મેળાને ખૂલ્લો મૂક્યો હતો. આગામી દિવસો દરમ્યાન સેક્ટર સ્પેસિફીક ખાસ ભરતીમેળાનું આયોજન થનાર છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં પ્લેસમેન્ટ ઓફિસરશ્રી દર્શનભાઈ પુરોહિત, રોજગાર કચેરી સુરતના શ્રી બિપિનભાઈ માંગુકિયા તેમજ પ્લેસમેન્ટ ટીમ દ્વારા કરાયું હતું.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *