સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધવાને કારણે ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પાણીની આવક વધવાને કારણે નીચાણવાળા સ્થળે રહેતા તમામ નાગરિકોએ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા વહીવટી તંત્ર તરફથી ભરૂચ જિલ્લાની જનતાને અપીલ

 

ભરૂચઃ- ભરૂચ જિલ્લાની જનતાને જણાવવામાં આવે છે કે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધવાને કારણે ડેમમાંથી ૭,૦૦,૦૦૦ કયુસેક પાણી છોડતા નર્મદા નદીમાં પાણીની આવક વધુ પ્રમાણમાં થવાની ચાલુ છે અને હાલમાં પણ ડેમમાં પાણીની આવક વધતી હોય અંદાજીત ૧૨,૦૦,૦૦૦ કયુસેક અથવા તેનાથી વધારે પાણી છોડી શકે તેવી સંભાવના હોય નીચાણવાળા સ્થળે રહેતા તમામ નાગરિકોએ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે એમ નિવાસી અધિક કલેકટર, ડીઝાસ્ટર શાખા, ભરૂચ ધ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *