વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જંબુસર દ્વારા રામનવમી નિમિતે હનુમાનજી તથા ભગત સિંહ ની પ્રતિમાનું ભવ્યા આગમન કરાયું

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જંબુસર દ્વારા રામનવમી નિમિતે હનુમાનજી તથા ભગત સિંહ ની પ્રતિમાનું ભવ્યા આગમન કરાયું


જંબુસર:-વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જંબુસર દ્વારા રામનવમી ૨૦૨૪ નિમિતે હનુમાનજી તથા ભગત સિંહ ની પ્રતિમા આજરોજ તા. ૦૭-૦૪-૨૪ રવિવાર ના રોજ ભવ્ય આગમન યાત્રા રાખવામાં આવી હતી. જેમાં જંબુસર માં ટંકારી ભાગોળ ખાતે સૌપ્રથમ વાર જીલ ઇવેન્ટસ પાદરા દ્વારા ફાયર શો નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાથે કિંગ સાઉન્ડ ડી. જે પણ હતું. જંબુસરના ટંકારી ભાગોળ ખાતે ભાવભીનું આગમન ફાયર શો દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ શોભાયાત્રા જંબુસરના ટંકારી ભાગોળ થી નીકળી સુભાષ મેદાન સોની ચકલા થઈ લીલોતરી બજાર ખાતે જ્યાં તા 09.04.24 થી તા 16.04.2024 સુધી ભવ્ય રામનવમી નિમિત્તે રામોત્સવ કાર્યક્રમ યોજાનાર છે.ત્યાં આ શોભાયાત્રા ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના કાર્યકર્તાઓ તેમજ જંબુસર નગરની ધર્મપ્રેમી જનતા પણ આ શોભાયાત્રામાં હરસોલાસ સાથે જોડાઈ હતી. તેમજ સમગ્ર જંબુસર નગર ભક્તિમય બન્યું હતું.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *