જંબુસર ખાતે ભરૂચ જિલ્લા વડા એસ.પી. મયુર ચાવડા ની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ યોજાયું

જંબુસર ખાતે ભરૂચ જિલ્લા વડા એસ.પી . મયુર ચાવડા ની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ યોજાયું

 જંબુસર:-રામ નવમી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં એકતા અને ભાઈચારાથી ઉજવણી થાય તથા આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર હોય એસ.પી. મયુર ચાવડાની અધ્યક્ષતામાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
એસપી મયુર ચાવડા ડેપો પોલીસ ચોકી પાસે આવી પહોંચ્યા હતા. જ્યાંથી ફ્લેગમાર્ચ યોજી નગીના મસ્જિદ, માયના લીમડા થઈ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. કોટબાણાથી કૂટપેટ્રોલિંગ ઉપલી વાટ, ગણેશચોક, લીલોતરી બજાર, સોનીચકલા, મુખ્ય બજાર થઈ પરત કોટ બારણા ખાતે સમાપન કરાવ્યું હતું. પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચમાં પીઆઈ એ વી પાણમીયા, સીપીઆઈ કે એમ વાઘેલા, જંબુસર, આમોદ, વાગરા, પીએસઆઇ સહિત પોલીસ જવાનો, એલસીબી, વુમન પોલીસ, હોમગાર્ડ, જીઆરડી જવાનો હાજર રહ્યા હતા.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *