ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ જનરલ ઓબ્ઝર્વરશ્રી સુશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) જી.એન.એફ.સી. ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં ૧૯ એપ્રિલ સવારે ૧૦: ૩૦ થી ૧૧: ૩૦ કલાક સુધીમાં મળી શકાશે
ભરૂચ- લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ના કામે ભારતના ચૂંટણી પંચ ન્યુ દિલ્હી દ્વારા ૨૨-ભરૂચ લોકસભા મતવિભાગ માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી તરીકે સુશ્રી સંદિપ કૌર, (આઈ.એ.એસ.) ની નિમણૂંક થઈ છે. જે અનુસંધાને જનરલ ઓબ્ઝર્વરશ્રી અત્રેના ભરૂચ જિલ્લામાં તા.૧૮/૦૪/૨૦૨૪ ના રોજ પધારેલ છે. તેઓ તા.૧૯/૦૪/૨૦૨૪ થી સવારે ૧૦:૩૦ કલાક થી ૧૧:૩૦ કલાક સુધીમાં જી.એન.એફ.સી ગેસ્ટ હાઉસના કોન્ફરન્સ રૂમ, ભરૂચ ખાતે મળી શકશે. તેમનો સંપર્ક નંબર નં.૮૨૦૦૭ ૬૯૭૨૩ તેમજ ટેલિ.નં.૦૨૬૪૨-૨૯૯૪૧૫ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભરૂચની એક અખબારી યાદીમાં જણાવાયું હતું.
ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ જનરલ ઓબ્ઝર્વરશ્રી સુશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) જી.એન.એફ.સી. ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં ૧૯ એપ્રિલ સવારે ૧૦: ૩૦ થી ૧૧: ૩૦ કલાક સુધીમાં મળી શકાશે