જંબુસર તાલુકાના કાવી ગામની સાર્વજનિક હાઈસ્કુલ ખાતે નિવૃત્તિ વિદાય સમારોહ યોજવામાં આવ્યો. શાળામાં લગભગ ૩૫ વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવતા અનવર હુસેન સૈયદ સાહેબ ૩૧-૦૫-૨૦૨૫ ના નિવૃત્ત થતા હોવાના લીધે તેઓ માટે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં કાવી કેળવણી મંડળના ચેરમેન શ્રી યુસુફભાઈ ઇસ્માઈલ ભગત જનરલ સેક્રેટરી શબ્બીરભાઈ અહમદ મોઘા સાહેબ, આચાર્યશ્રી હારૂન વોહરા સાહેબ શાળા માં તમામ શિક્ષકો તેમજ કાવી કેળવણી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. સાહેબને પુષ્પગુચ્છ આપી,સાલ ઓઢાડી,સન્માન પત્ર આપી શાળા પરિવાર તરફથી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમના માર્ગદર્શન હેઠળ તેમના ધણાં વિધાર્થીઓ ડોક્ટર એન્જીનીયર શિક્ષકો. વેપારીઓ તરીકે સમાજમાં ઉચ્ચ સ્થાને સફળતા પુર્વક બિરજમાન છે. સફળ થયેલા તેમનાં વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં ઉચ્ચ સ્થાને તેમના માંથી મળેલી પ્રેરણા થી પ્રભાવિત થઈ તેઓ પણ તેમની જેમ જ સેવા બજાવી રહેલા છે.
તેમના દ્વારા સમગ્ર કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલ સરાહનીય કામગીરીને શાળાના શિક્ષકા તેમજ કાવી કેળવણી મંડળના સભ્ય શ્રી વલીભાઈ આઈ ભાઈજી દ્વારા બિરદાવવામાં આવી હતી.
અનવર હુસેન સૈયદ સાહેબે પોતાંની ફરજ ને ધ્યાને લઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે કાવી કેળવણી મંડળ તેમજ શાળામાં ભેટ અર્પણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમ સંચાલન શાળાની શિક્ષિકા બહેનો એ.આઇ.પટેલ તેમજ એસ.આઈ.પટેલ કર્યું હતું.
કાર્યક્રમના અંતે શાળા માં જ ફરજ બજાવતા શિક્ષિક શ્રી ઇમરાન એ મિજાકી એ તમામ નો આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.