સમસ્ત કાછિયા પટેલ ગણેશ મંડળો સહિત હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
કાશ્મીર ખાતે 22 4 25 ના રોજ આંતકવાદીઓએ બર્બરતા પૂર્વક 26 જેટલા નિર્દોષ નાગરિકો પર્યટકોની હત્યા કરી છે. અનેક ઘાયલ થયા છે. ત્યારે સમસ્ત કાછિયા પટેલ ગણેશ મંડળ તથા હિન્દુ સમાજ દ્વારા ટંકારી ભાગોળ ખાતે બે મિનિટ મોન પાડી મીણબત્તી પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બેસરનમાં આંતકવાદીઓએ કરેલ હુમલામાં 26 જેટલા પર્યટકોના મોત નીપજતા સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ હતી. આંતકવાદીના હુમલામાં મૃત્યુ પામેલ પર્યટકોને શ્રદ્ધા સુમન અર્પણ કરવા જિલ્લા મંત્રી કૃપાબેન દોશી, શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, નગરપાલિકા સભ્યો, સહિત ટંકારી ભાગોળ શિકોતર માતા પાસે એકત્ર થઈ બે મિનિટ મૌન પાડી કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમયે વિવિધ મોરચાના હોદ્દેદારો, નગર અગ્રણીઓ જીતુભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ સોની, કાછીયા પટેલ સમાજ યુવાનો, નગરના ઉપપ્રમુખ, મહામંત્રી,મંત્રી,સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા.