ભરૂચ જિલ્લાના ખેડૂતો જોગઃ નવીન આઈખેડૂત પોર્ટલ ૧૫ મે સુધી ખુલ્લું મુકાયું

ખેતીવાડીની યોજનાઓનો લાભ લેવા ઓનલાઈન અરજી કરી શકશે

ખેડૂતોને  ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in આગામી ૧૫મી મે સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

 જેના મારફત વિવિધ યોજનાઓનો લાભ મેળવવા ઈચ્છુક ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવાની થાય છે. પોર્ટલ પર અરજી કરતાં પહેલા ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે. ત્યાર બાદ લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. પોર્ટલ પર અરજી મેળવવાની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ તમામ અરજીઓનો જિલ્લા કક્ષાએથી ડ્રો કરવામાં આવશે અને અગ્રતા યાદી તૈયાર કરવામાં આવશે. જે મુજબ લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજૂરી આપવામાં આવશે. ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળ લાભ મેળવાવ માંગતો હોય તેવા ખેડૂત મિત્રોને અરજી કરવા વિનતી છે. જેની નોંધ લેવા સૌ ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

 

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *