ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ઇટનો જવાબ પથ્થરથી આપવા જણાવ્યું
કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને ૨૭ જેટલા હિન્દુ પુરુષ ઉપર નિર્મમ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતાર્યા હતાં.જે બાબતે સમગ્ર ભારતભરમાં પાકિસ્તાનની આવી નાપાક હરકત માટે ભારોભાર રોષ ફેલાયો હતો. તેમજ હિન્દુવાદી સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે ગત રોજ રોજ સાંજના છ કલાકે આમોદ તિલક મેદાન ખાતે વિવિઘ હિંદુવાદી સંગઠનોએ ભેગા મળી આતંકવાદીઓની ગોળીથી શહીદ થયેલા પુણ્યાત્માઓ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્ર્મ ગોઠવવામાં આવ્યો હતો.જેમાં મૃતક પુણ્યાત્માઓના મોટા પોસ્ટર સાથે વેરાઈ માતા મંદિરેથી રેલી કાઢી તિલક મેદાનમાં ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી.અને મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનીટ મૌન પાળવામાં આવ્યુ હતું.
હિંદુવાદી સંગઠનોએ આક્રમકતા સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતાં.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાની ભારે રોષ સાથે ટીકા કરી હતી.અને જણાવ્યુ હતું કે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આતંકવાદીઓને તેમજ જેણે આ કાર્યમાં મદદ કરી હોય તેમને ઈંટનો જવાબ પથ્થરથી આપશે તેમજ સમગ્ર ભારતની ૧૪૦ કરોડની જનતા પણ તેમના સમર્થનમાં છે.શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હિંદુવાદી સંગઠનોએ હાથમા ‘હિંદુ હિંદુ ભાઇ ભાઇ આતંકવાદની કરો સફાઈ’, ‘ભારતના હિંદુ સુરક્ષા દળોની સાથે છે’.જેવા વિવિઘ પ્લેકાર્ડ બતાવી રોષ વ્યકત કર્યો હતો.શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી,મહામંત્રી ભાવિક પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ,મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ,વિશ્વ હિન્દૂ પરિષદના કેતન પટેલ ,બાબુભાઈ માછી ,રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સગુન શાહ, પાર્થ પટેલ,તપન પરમાર, રાહુલ માછી સહિત આમોદ તાલુકા પંચાયતના સદસ્યો,આમોદ પાલિકાના સદસ્યો,મહીલા આગેવાનો સહિત તાલુકામાંથી પણ મોટી સંખ્યામા હિન્દૂ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.