શ્રી સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ તથા રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

જંબુસર શ્રી સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા સરસ્વતી વિદ્યામંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ૩૦૨જેટલાં રક્તદાતાઓએ ન રક્તદાન કર્યું હતું.જનસેવા એ જ પ્રભુ સેવા ના સૂત્રને સાકાર કરવા શ્રી સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા જંબુસર સરસ્વતી વિદ્યામંદિર ખાતે આયુષ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જંબુસર નાં ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી. તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ.. બળવંતસિંહ ઉર્ફે પીન્ટુભાઇ પઢિયાર. જંબુસર શહેર પ્રમુખ મનન પટેલ તથા નિલેશભાઈ ભાવસાર, જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, બાલુભાઈ ગોહિલ, અજીત સિંહ પરમાર,ચંદ્રકાંતભાઈ પટેલ, વિરેનભાઈ શાહ, બ્રિજેશભાઈ પટેલ, પાર્થ ભાવસાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.
૩૮૦ જેટલા રક્તદાતાઓએ રક્તદાન માટે નોંધણી કરાવી હતી આ રગદાન કેમ્પ સવારે 9:00 વાગ્યાથી શરૂ થઈ સાંજના સાત વાગ્યા સુધી ચાલ્યો હતો જેમાં 302 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કેમ્પ સવારે 9 વાગ્યાથી શરૂ થઈ સાત વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. તેમ આયોજકોએ જણાવ્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવા રેવા સેવા સમન્વય સમિતિ સભ્યો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ રક્તદાતાઓ હાજર રહ્યા હતા.