ભરૂચ જિલ્લાના તીર્થ સ્થળો અને ધર્મસ્થાનોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભરૂચના ભોલાવ સ્થિત રામજી મંદિરે સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું

 

ભરૂચ- અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ ધર્મસ્થાનોનુ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આહવાન કરાયું છે. તારીખ 14 થી 22 જાન્યુઆરી સુધી ભરૂચ જિલ્લામાં પણ તમામ ધાર્મિક સ્થળોની દ્વારા સાફ-સફાઈ હાથ ધરાઈ રહી છે.

       ભરૂચ ભોલાવ સ્થિત શ્રી રામજી મંદિરે આજે ગુરુવારે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લામાં આવેલ વિવિધ મહત્વના અને નાના મોટા તીર્થ સ્થળો / ધર્મસ્થાનો તથા તેના પરિસર અને પરિસરને જોડતા મુખ્ય રસ્તાઓ તેમજ દર્શનાર્થીઓની અવર-જવર રહેતી હોય તેવી તમામ જગ્યાઓ અને ધાર્મિક સ્થળોએ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે.

     આ પ્રસંગે શ્રી ધર્મેશ મિસ્ત્રી, સરપંચ શ્રીમતી નિમિષાબેન પરમાર, શ્રી યુવરાજસિંહ પરમાર, શ્રી હેમંતભાઈ પ્રજાપતિ, સહિતના આગેવાનો જોડાયા હતા.

 

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *