જંબુસર થી રામપુર નો રૂટ શરૂ કરવા કરમાડ સરપંચ એ ડેપો મેનેજર ને લેખિત રજૂઆત કરી

જંબુસર થી રામપુર નો રૂટ શરૂ કરવા કરમાડ સરપંચ એ ડેપો મેનેજર ને લેખિત રજૂઆત કરી

  જંબુસર શહેરમાં તાલુકાના છેવાડાના ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે.અને નિયમિત બસના રૂટ ન હોય વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે. જંબુસર તાલુકાના કરમાડ ગામના અંદાજિત 20 ઉપરાંત વિદ્યાર્થીઓ જંબુસર ખાતે વિદ્યા અભ્યાસ અર્થે આવતા હોય, બસનો રૂટ બંધ હોય જેને લઇ વિદ્યાર્થીઓને તકલીફોનો સામનો કરવો પડે છે. તેમજ આર્થિક નુકસાન વેઠવું પડતું હોય છે. કરમાડ ગામના સરપંચ નરસિંહભાઈ રાઠોડ દ્વારા જંબુસર એસટી ડેપો ખાતે આવી ડેપો મેનેજરને પંચાયતના લેટરપેડ પર લેખિત રજૂઆત કરી સવારે 9:30 કલાકે તથા સાંજે 5:30 કલાકે જંબુસર થી રામપુર નો રૂટ શરૂ કરવા જણાવ્યું છે.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *