જંબુસર ની શ્રીમતી એચ.એસ.શાહ હાઈસ્કૂલ ખાતે સંપર્ક વાલી મંડળ દ્વારા વાર્ષિક વિતરણ સમારોહનું આયોજન કરાયું

જંબુસર તાલુકાની શ્રીમતી એચ.એસ.શાહ હાઈસ્કૂલ ખાતે સંપર્ક વાલી મંડળ દ્વારા વાર્ષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સંસ્થાના માનદ મંત્રીશ્રી રાજેશભાઈ ડી શાહ ,સંસ્થાના ખજાનચી શ્રી અજયભાઈ ભંડારી  ,સી.આર.સી શ્રી બીપીનભાઈ મહિડા,વાલી મંડળ ઉપ પ્રમુખશ્રી હેતલબેન જાદવ,શાળાના આચાર્ય દિલીપ ભટ્ટ સુપરવાઇઝર શ્રી હીનાબેન ગામીત તેમજ શાળાના સ્ટાફ મિત્રો દ્વારા શાળાના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન પુરું પાડવા માટે ટ્રોફી,પ્રમાણપત્ર, કવર અને ઈનામ સહિત કુલ 150+ ઇનામોનું વિતરણ કરવામાં આવેલ હતું.


શાળામાં એસએસસી માં સૌથી વધારે 89.33% મેળવનાર પટેલ કૃતાર્થ નરેન્દ્રભાઈ , એચએસસી સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ 88.00% મેળવનાર મહિડા પ્રિયંકા કુમારી તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ 70.00% પ્રાપ્ત કરનાર પટેલ ખુશીબેનનું ટ્રોફી, કવર અને ઇનામ સહિત વિશેષ સન્માન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનશ્રીઓ,વાલી મંડળના સભ્યશ્રીઓ,વાલી મંડળ પ્રમુખ અને કન્વીનરશ્રી તેમજ શાળાના સર્વ શિક્ષક મિત્રો દ્વારા હર્ષ અને ઉલ્લાસની લાગણી વ્યક્ત કરવામાં આવેલા હતી.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *