સુરતવાસીઓ માટે અડાજણ-સુરત-આંકોલવાડી રૂટ પર સ્લીપર કોચ સર્વિસનો આજથી શુંભારંભ

વિભાગીય નિયામક પી.વી.ગુર્જરના હસ્તે ફ્લેગ ઓફ આપી બસને પ્રસ્થાન કરાવાયું

સુરત: સુરત ડાયમંડ એસોસિયેશનના આગેવાનો અને લોકોની માંગણીને ધ્યાને રાખીને એસ.ટી. નિગમ દ્વારા અડાજણ – સુરત – આંકોલવાડી રૂટ પર ન્યુ બ્રાન્ડ સ્લીપર કોચ સર્વિસનો શુભારંભ કરાયો છે. સુરત એસ.ટી વિભાગીય નિયામકશ્રી પી. વી. ગુર્જર, વિભાગીય પરિવહન અધિકારી મિલન વાઢેર, ડેપો મેનેજર મનોજ ચૌધરી સહિત અડાજણ ડેપોના સ્ટાફ દ્વારા ફ્લેગ ઓફ આપી સ્લીપર બસ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.


સુરતના અડાજણ ડેપો ખાતેથી બસ દૈનિક ધોરણે બપોરે ૦૩:૩૦ વાગે ઉપડીને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ૦૪:૦૦ વાગ્યે પહોંચશે. ત્યાર બાદ વાયા રાજકોટ, જુનાગઢ અને સાસણગીર થઈને આકોલવાડી જશે.સાંજે ૦૪:૩૦ વાગે આકોલવાડીથી સુરત સેન્ટ્રલ બસ ડેપો અને અડાજણ માટે પરત આવવા નીકળશે. સ્લીપર કોચ સર્વિસ શરૂ થવાથી આંકોલવાડી વિસ્તારના સુરત ખાતે વસતા લોકોની માંગણીના સુખદ અંત સાથે ખુશીની લાગણી ફેલાઈ છે.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *