VNSGU ના કોમર્સ વિભાગમાં રંગોળી સ્પર્ધાનું આયોજન

યુનિવર્સિટીના કોમર્સ વિભાગમાં રંગોળી સ્પર્ધાનું આયોજન
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ વિભાગ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ એન. ચાવડા સાહેબના સહકારથી તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ ‘રંગોળી સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ સ્પર્ધા પાછળનો ઉદેશ વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભાને પ્રદર્શિત કરવાનો અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો હતો.

આ સ્પર્ધાનો વિષય G-20, વસુધૈવ કુટુંબકમ, પર્યાવરણ અને ચંદ્રયાન-૩ રાખવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે સૈલોર હેમાક્ષી, બીજા ક્રમે પોતે પોતે દર્શના અને ત્રીજા ક્રમે જૈન સમ્રીધી વિજેતા રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કોમર્સ વિભાગના કોઓર્ડિનેટર ડૉ. ફાલ્ગુની એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કોમર્સ વિભાગ પરિવાર ભાગ લેનાર સૌ વિધાર્થીઓ અને વિજેતાઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *